ના કર.... Naa Poem by Mehta Hasmukh Amathaal

ના કર.... Naa

ના કર
સોમવાર,1 ઓક્ટોબર 2018

તારી યાદ માં ખોવાણું
પણ જ્યારે મુખડું જોવાણુ
મન ની પ્યાસ થી છટપટાણુ
બસ ઉત્કંઠા થી ભરેલું ટાણું।

કેવા કેવા સપનો સેવ્યા!
મન માં આશા ના દીપ પ્રગટાવ્યા
મન ને ઘણું મનાવ્યું
અને ધીરે થી પણ સમજાવ્યું।

"ના કર અધીરાઈ મન તું"
આ મને બિલકુલ નથી ગમતું
સમય ને ના પારખતું
પોતાની મનોદશા ને છતું કરતુ।

પ્રેમ માં આવુજ થતું હોય
કશામાં મન લાગતું ના હોય
સામે કોઈ મળે તો પૂછવાનું પણ મન ના થાય
દિલ માં બસ એકજ ભાવ પ્રગટ થાય।

આવું છે પ્રેમ પ્રકરણ
ધસી આવે જીવન માં અકારણ
ઘણીવાર બનેમોત નું કારણ
જીવન માં વધી જાય ભારણ।

પ્રેમ ના, ના હોય પારખા
ભાઈ, ભાંડુ હોય સરખા
મળે પ્રીત થી જ્યારે આંખો
સુધારી દે આપણો અમૂલ્ય મનખો।

હસમુખ અમથાલાલ મહેતા

ના કર.... Naa
Sunday, September 30, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success