ના કરું નિંદા... Naa Poem by Mehta Hasmukh Amathaal

ના કરું નિંદા... Naa

Rating: 5.0

ના કરું નિંદા
શનિવાર,27 ઓક્ટોબર 2018

ના કરું હું બીજાની નિંદા
અને ના કરું જાત ની પ્રશંષા
ખોટ વાહવાહી થી લૂંટાવી
પોતાની જાઆતેજ કરી બદનામી

આવું જ કરતા જન્મારો વહી ગયો
બીજા નું સુખ જોઈને બળતો રહ્યો
કદી ના સમજ્યો જિંદગી ના રંગ
બહું મોટું થઇ ગયું જ્યારે પડ્યો રંગ માં ભંગ।

મારા અવગુણો ને શું બતાવું?
જાત ને જ શા માટે સતાવું?
ચોર હોવા છતાં કોઠી માં શા માટે મોઢું સંતાડું
બીજા ને લાંછન આપી ને શા માટે વિતાડુ?

આવી સમજ તો છે જ
સાથે મુશ્કેલી પણ છે જ
લોકો શું કહેશે તેનો ડર લાગે છે!
એમની વાણી નો મને ભાર લાગે છે।

અવગુણો તો બધા માં ભરેલા છે
છુપાયેલા પણ અગ્નિ થી ભારેલા છે
ક્યારે લાવા થઇ ને બહાર આવી જાય
આવી ને તહસનહસ કરી જાય।

હસમુખ અમથાલાલ મહેતા

ના કરું નિંદા... Naa
Saturday, October 27, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 October 2018

અવગુણો તો બધા માં ભરેલા છે છુપાયેલા પણ અગ્નિ થી ભારેલા છે ક્યારે લાવા થઇ ને બહાર આવી જાય આવી ને તહસનહસ કરી જાય। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success