ના, કદી નહિ, , , Naa Poem by Mehta Hasmukh Amathaal

ના, કદી નહિ, , , Naa

ના, કદી નહિ
શુક્રવાર,25 જાન્યુઆરી 2019

"ના, મારે ભાગી ને લગ્ન નથી કરવા"
મને છે મારા માં-બાપ ની પરવા
એમના સંસ્કાર મારી રગેરગ માં છે
મારી ખુશી પણ તેમની ખુશી માં જ છે।

હું ઉપરવટ કોઈ કાળે નહીં જાઉં
મારો જીવ ન્યોછાવર કરી દઉં
પણ એમની નાલેશી થાય તેવું તો કદીજ નહિ
મારે પરણવું છે પણ તેમની સમજાવટ થી જ અહીં।

હું અમિનેષ નજરે તેને જોઈ રહ્યો
તેની વાણી માં સચ્ચાઈ નો રણકો રણકતો રહ્યો
તેની વાતો માં દમ હતો
માં-બાપ ની છાયા ઘુમાવવા નો ડર હતો।

શું મને નિષ્ફળતા નો ડર સતાવી રહ્યો હતો?
શુ હું અસાહજિકતા થી પીડાઈ રહ્યો હતો?
કે પછી મારા મન માં ખોટ હતી?
ખરી વાત તો એ કે ખાટલે જ ખોડ હતી।

રખે ને મને અસફળતા મળે?
મારા જીવન માં તે ને કદી ના પામી શકું!
આવા વિચારો ને લઇ ને મેં ભાગી જવાનો પ્રસ્તાવ મુક્યો
પણ તેના જવાબે મને અંદર થી જ હચમચાવી મુક્યો।

Pic: Marry Pizzulo

હસમુખ અમથાલાલ મહેતા

ના, કદી નહિ, , , Naa
Thursday, January 24, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 January 2019

રખે ને મને અસફળતા મળે? મારા જીવન માં તે ને કદી ના પામી શકું! આવા વિચારો ને લઇ ને મેં ભાગી જવાનો પ્રસ્તાવ મુક્યો પણ તેના જવાબે મને અંદર થી જ હચમચાવી મુક્યો। Pic: Marry Pizzulo હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success