ના જાઉં તને છોડી ને , , , Naa Jaaun Poem by Mehta Hasmukh Amathaal

ના જાઉં તને છોડી ને , , , Naa Jaaun

Rating: 5.0

ના જાઉં તને છોડી ને
શુક્રવાર,24 જાન્યુઆરી 2020

ના જાઉં તને છોડી ને
ભલે ને બીજા ગણા ગમે
તારી લાગણીઓ માં વહેતો જાઉં
મન માં ને મન માં હસતો જાઉં। ના જાઉં તને છોડી ને

સુરજ ઉગે આકાશ માં
તું રહે સદા મારા દિલ માં
એનો તાપ હું સહન કરતો રહું
પણ મનન તો સદા તારું કરું। ના જાઉં તને છોડી ને

તારી આ પ્રીતડી મને ખુબ લોભાવે
રાતે પણ સપના માં ખુબ સતાવે
હું જોઉં તને સદેહે
પ[ણ ના સ્પર્શું દેહે। ના જાઉં તને છોડી ને

વાતો વાતો માં કહી દઉં તને
મારી લાગણીઓને વાચા આપીને
તન.મન અને ધન ને સોંપીને
મારા સ્નેહ ની લાગણીઓ ને અર્પી ને। ના જાઉં તને છોડી ને

પ્રેમ મારો અનમોલ છે
તેનો ના કોઈ મોલ છે
આતો પ્રિતતણા બોલાયેલા બોલ છે
સ્નેહથી વણાયેલા મન ના સ્તોત્ર છે। ના જાઉં તને છોડી ને

હસમુખ અમથાલાલ મહેતા

Friday, January 24, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 January 2020

આતો પ્રિતતણા બોલાયેલા બોલ છે સ્નેહથી વણાયેલા મન ના સ્તોત્ર છે। ના જાઉં તને છોડી ને હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success