ના તડપાવો આ આંખો ને Naa Tadpavo Poem by Mehta Hasmukh Amathaal

ના તડપાવો આ આંખો ને Naa Tadpavo

ના તડપાવો આ આંખો ને


ના તડપાવો આ આંખો ને
એને સુખે થી તો દો વહેવાને
એને દુઃખ છે કોઈના મુખ ને ના જોઈ શકવાનો
મળવાનો અને બે પ્રેમભર્યા બોલ કહેવાનો।

ના કરતા આવો કાળો કેર
એની નજર માં નહિ આવે કોઈ ફેર
પણ તમારે લાવવો પડશે નજીવો અભિગમ
સમજવું પડશે કે કેવો દુઃખદાયક હશે એનો અંજામ।

તેને દર્શાવવું છે દુનિયા સમક્ષ
કોઈ નથી એના જેવો કે પછી સમકક્ષ
પ્રેમ નું આગમન લાવ્યું છે એક વંટોળ
આંખો માં ઉઠયું છે એક વમળ।

પ્રેમ માં કૈક આવું જરૂર થાય
વિયોગ ક્યારેય સહન ના થાય
એક બીજા નો પ્રત્યક્ષ સામનો ના થાય
ત્યાંસુધી દિલ માં તડપ નો અનુભવ થાય।

વહેવા દો આંસુઓને 'તેમનો અધિકાર છે '
તેના વગર એના જીવન માં અંધકાર છે
સાથે હઈશું તોજ આગળ વધી શકીશું 'એવો નીર્ધાર છે'
પ્રેમ અમારો નિર્મળ, નિષ્પાપ અને અપાર છે।

કેમ હશે આવી તડપ ધડકતા હૈયા ને?
નજરો ને કેમ ઇચ્છવું પડતું હશે કેહવાને
શા માટે આંસુઓનો સહારો લેવો પડતો હશે
પ્રેમીઓનો આનો તાદ્રશ અનુભવ દુઃખદ થતો હશે।

ના તડપાવો આ આંખો ને  Naa Tadpavo
Sunday, January 8, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 January 2017

કેમ હશે આવી તડપ ધડકતા હૈયા ને? નજરો ને કેમ ઇચ્છવું પડતું હશે કેહવાને શા માટે આંસુઓનો સહારો લેવો પડતો હશે પ્રેમીઓનો આનો તાદ્રશ અનુભવ દુઃખદ થતો હશે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success