નામ લેવું
રવિવાર,24 ફેબ્રુઆરી 2019
મારે નામ લેવું કરતાર નું
જગત ના નાથ નું અને પરમેશ્વર નું
મારા સંકટ ને તમે હરી લેજો
અને ભૂલ થાય તો માફ કરી દેજો।
જાત ને સમર્પિત કરી દીધી
કુટેવો ને તિલાંજલિ આપી દીધી
ના કરવો કોઈનો તિરસ્કાર
બસ આપવો મન થી ભાવભીનો આવકાર।
આપણે બધા શાંતિ ના દૂત
ફરીએ થઇ સન્યાસી કે અવધૂત
મન માં રાખીએ એકજ અભ્યર્થના
બસ મારા થી કંઈપણ ખોટું થઇ ના।
ભલે ના મળે સુખ કે ઐશ્વર્ય
મને નહિ થાય કોઈપણઆશ્ચર્ય
આવી સ્થિતિ છે મને સ્વીકાર્ય
જ્યાં સુખી જીવન નું ચાલે કાર્ય।
હું તો એક પામર માનવી
લોભાઈ જાઉં જોઈ દુનિયા માયાવી
જીવન મળ્યા નો એક મહામૂલો અવસર
ભજતો રહું એનું નામ હું નિરંતર।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Tum Yang Hang Limbu 12 mutual friends