નામ તમારું
બુધવાર,27 માર્ચ 2019
સપના માં દેખાણા ગિરધારી
મુરલી મનોહર અંતર્યામી
"આંખો ઠરી" મારી વિનંતી સાંભળી
ધ્યાન થી સુણી ને વાગી વાંસળી।
ગરીબો ના બેલી રહયા
મારા વહાલા કનૈયા
ગોપી સંગ સદા ખેલૈયા
રાસ રચૈયા।
વૃંદાવન ને ઘેલું કીધું
મન બધા નું મોહી લીધું
ઘર ઘર "કાના " થી ગુંજી ઉઠ્યું
નામ લેતા લેતા ઝૂમી ઉઠ્યું।
રસ થી તરબોળ તમારી આરાધના
સહુ કરે તમને દિલ થી પ્રાર્થના
સંગ અમારે રાસ રાચજો
ગોકુળ ને પણ વૃંદાવન બનાવજો।
નામ તમારું ઘણું હિતકારી
અમો ઇચ્છીએ ઘણી સુખાકારી
સાંભળજો અમને મુરલીધારી
ઘૂંટણીએ પડી કરીએ વિનંતી તમારી।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Amrut Shrimali Sundar...Jay shri krishna 1 Delete or hide this Like · Reply · See Translation · 5h