નગ્ન સત્ય... Nagn Poem by Mehta Hasmukh Amathaal

નગ્ન સત્ય... Nagn

Rating: 5.0

નગ્ન સત્ય
શનિવાર,2 માર્ચ 2019

બહુમુલ્ય સમય
જો એનો થઇ વ્યય
એનો સંબંધ છે વય જોડે
જો કોઈ એનો હિસાબ માંડે।

પરિવાર
અપાવે યાદ વારંવાર
જ્યારે પણ આવે તહેવાર
માતાપિતા નો ઉમડાઇ જાય સ્નેહ અપાર।

મિત્ર
ઉદાહરણ સચિત્ર
કુદરત નો ઉપકાર
જો દિલ થી કરીએ આપણે સ્વીકાર।

કરવો રહ્યો આપણે એકરાર
અરીસો પણ ગુમાવી દે ગુણ, જો પડે દરાર
સ્ત્રી અને મિત્ર જો રાખવા માંડે અંતર
તો થઇ જાય મોટું બખડજંતર।

સમય ના પારખા ના હોય
એનો તો ઉપયોગ કરી લેવા નો હોય
કહેછે ને"લોઢું ગરમ હોય ત્યારે જ ઘણ મરાય"
વહી જાય જો"સમય અને તક"પછી તો આંસુ જ સારવાના હોય।

માતાપિતા નો જો ઘડપણ સાથ ના આપો
તો કોઈ સ્વર્ગ કે દેવસ્થાન ના દર્શન તમે ના પામો
તમે કેટલા પણ ભાઈ ભાંડુ હો તો એ તમને સમાવી શકે
પણ તમે બે જણા નો ભાર ના વહન કરી શકો!

આ છે વરવું નગ્ન સત્ય
અને તે જાળવી રહ્યું છે સાતત્ય
માં બાપની ઉપેક્ષા અને ઘરમાં થી જાકારો
પછી તમને ક્યાં થી મળશે આવકારો?

હસમુખ અમથાલાલ મહેતા

નગ્ન સત્ય... Nagn
Saturday, March 2, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success