નાજુક સેતુ... Najuk Poem by Mehta Hasmukh Amathaal

નાજુક સેતુ... Najuk

નાજુક સેતુ
બુધવાર,21 નવેમ્બર 2018

અમે રહયા ગામડા ના ગમાર
ના જોડી શક્યા સ્નેહ ના તાર
ગભરુ દિલ સહસા હચમચી ગયું
અજાણ્યા ભય થી મનોમન ફફડી ગયું।

દિલ ની વાતો દિલ માં જ રહે
મન માં મન માં સહમી રહે
મન ની વાત કરો અચકાતું રહે
દિલ માં ડૂમો ભરાઈ જાય ત્યારે રોતું રહે।

કવિ કહી ગયા" પ્રેમ નો મારગ છે શૂરા નો "
એક બીજા પાર ફના થઇ જવાનો
જાણ ની બાજી લગાવી ને સંભાળવાનો
વખત આવે તો તેને નભાવવાનો।

સ્નેહ નો સંબંધ છે જ અનોખો
ના મળી શકે તો પણ વસવસો
કોણ આવી ને આપે મન ને દિલાસો?
પણ પ્રેમ માં હંમેશા રાખજો ભરોસો।

આ તો નાજુક તાંતણે બંધાયેલો સેતુ
એની પાછળ ના છુપાયેલો હોય કોઈ હેતુ
સરળ સ્વભાવ અને સાદગી મન ને મોહી લે
આંખો આપો આપ જ કરી લે આપ લે।

હસમુખ અમથાલાલ મહેતા

નાજુક સેતુ... Najuk
Wednesday, November 21, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success