નથી જોઈતું
શુક્રવાર,20 નવેમ્બર 2020
નથી જોઈતું નથી ખપતુ
ના જોખું હું નમતુ
મારૂ હૃદય પ્રેમ થી છલકાતું
મારા બાંધવુઓ ને જોઈને મલકાતુ।
તારી કૃપા છે અપરંપાર
વિસ્મિત થઇ જાય આંખો ચાર
તમે છો મારા તારણહાર
જગત ને જીવાડનારા સર્જનહાર।
નથી જોઈતો મારે સ્વર્ગ નો પ્રવેશ
ફક્ત વિનવું મને આપો આદેશ
આ ધરતી છે મારે મન સ્વર્ગાદિપિ
મારુ જીવન ઉઠે તેનાથી દીપી।
મારે નથી જોઈતો કોઈ દ્વાર
હું ના માનું એને હાર
આ તો છે જીવન નો ઉપહાર
પ્રભુ ના કરશો નિર્દોષ નો સંહાર।
મારા શામળા, મારા ગિરધારી
વિનંતી ને ના કરજો નકારી
મારે મન આજ છે સુખાકારી
રહુ તમારોસદા આભારી।
ડૉ. જાડીઆ હસમુખ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem