નિરાશ ના કરશો...Niras Poem by Mehta Hasmukh Amathaal

નિરાશ ના કરશો...Niras

Rating: 5.0

નિરાશ ના કરશો
રવિવાર,4 નવેમ્બર 2018

હું રહ્યો સદા સીધો અને સાદો
હંમેશા કહેતો"રહેવાદો, રહેવાદો"
આપણે રહયા પાડોસી અને બંધુ
રહો પ્રેમ થી અને ભૂલી જાવ હંધું।

માનવ અવતાર કોને મળે?
મળે તો પણ કોને ફળે?
જન્મારો ના કપાઈ જાય આપમેળે!
એના માટે કેટલોય સંઘર્ષ કરવો પડે।

પુણ્યશાળી હોય એજ ભાગ્યશાળી બની શકે
સંસાર ના વિષચક્રો કદી ના ટકી શકે
આત્મા ને હાંમેશા કરતાર તરફ થી બળ મળતું રહે
જીવન નો પ્રવાહ આમજ સરળતા થી વહેતો રહે।

પ્રભાવ નો પ્રતાપ અને માતાપિતા નો આશીર્વાદ
તમારું જીવન પ્રભાવશાળી અને રહે નિર્વિવાદ
લક્ષ્મી ની અવિરત કૃપા વરસતી રહે
તમારી આંખો કદી વિવશતા થી તરસતી રહે।

કદી ના કરો તિરસ્કાર ગરીબ નો
જાકારો ના આપો કદી ભિક્ષુક ને
ના આપી શકતો કૈં નહિ વેણ બૂરા ના કહેશો
અતિથિ, પરોણા ઓ ને કદી નિરાશ ના કરશો।

હસમુખ અમથાલાલ મહેતા

નિરાશ ના કરશો...Niras
Sunday, November 4, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 November 2018

કદી ના કરો તિરસ્કાર ગરીબ નો જાકારો ના આપો કદી ભિક્ષુક ને ના આપી શકતો કૈં નહિ વેણ બૂરા ના કહેશો અતિથિ, પરોણા ઓ ને કદી નિરાશ ના કરશો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success