નોરતા ની રાત... Nortaa Poem by Mehta Hasmukh Amathaal

નોરતા ની રાત... Nortaa

Rating: 5.0

નોરતા ની રાત
ગુરુવાર,4 ઓક્ટોબર 2018

આવી રઢિયાળી નોરતા ની રાત
મન માં લાવી ઉત્સાહ ની વાત
ગરબે ઘૂમીશું અને કરીશું આરતી
માતા ની કરીશું પૂજા અને દિલથી વિનંતી।

હૈયું મૂકીને નાચીશું આજ
ગરને ઘુમવાને અને ગુમવાને કાજ
ભાતીગળ પોશાક લાવે રોનક
રોશની ઝળહળે અને લાવે ચમક।

નાના, મોટા, અબાલ અને વૃધ્ધ
પછી ગરીબ હોય કે સમૃદ્ધ
ભધાની ભાવના હોય એક સરખી
સખી ઓ ખુશી થી ઝૂમે અને કદી ના રહે દુઃખી।

માતા એ સજ્યા છે સોળે શણગાર
લાગે દેદીપ્યમાન અને જાણે કરશે ચમત્કાર
માતા ની આસ્થા માં ઘૂમે મેહરામણ
ચારે કોર વરતે માતાજી ની આણ।

માતાજી સામે રહે જાણે હાજરાહજૂર
આરતી થાય અને પ્રસાદ ની હોય થાળભર
દિવ્યા ચેતના અને ભાવના ઓ નો થાય ઉદય
આવા પર્વો ઉત્સાહ થી જ ઉજવાય।

હસમુખ અમથાલાલ મહેતા

નોરતા ની રાત... Nortaa
Thursday, October 4, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 October 2018

માતાજી સામે રહે જાણે હાજરાહજૂર આરતી થાય અને પ્રસાદ ની હોય થાળભર દિવ્યા ચેતના અને ભાવના ઓ નો થાય ઉદય આવા પર્વો ઉત્સાહ થી જ ઉજવાય।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success