પ્રેમભંગ... Prembhang Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમભંગ... Prembhang

Rating: 5.0

પ્રેમભંગ
શનિવાર,30 માર્ચ 2019

મારે વાતો કરવી હતી છાની છાની
પણ તેરી કરી લીઘી પાછી પાની
હવે વાત નથી રહી છાની
તું હવે થઇ જશે બીજાની।

કેવી હતી એ સુંદર પળો!
ચંદ્રમા પણ પડી ગયો કાળો
એને પણ નહોતું આવ્યું પસંદ
કરી લીધો મન થી પ્રેમ નો ભંગ।

જગત મને ભાસતું રંગબેરંગી
પણ હાલત રહેતી જરા કઢંગી
તું ઘણી વાર મને ફરિયાદ કરતી
મારા મન ને વારંવાર કુરેદતી।

મારું મન એકલું એકલું ગભરાતું
આવવા ના ભય થી ફડફડતું
રખે ને તું છોડી તો નહિ જાય ને?
આવા ખ્યાલ થી હચમચી જતું ને।

તે છેલ્લે કહી જ દીધું
બધું પાર નહિ પડે સીધું
મને લાગ્યું હવે પડશે બધુ ઊંધું
આકાશ પણ મને લાગ્યું ઘણું ઊંચું।

તારલા તમકતા રહયા
છાનુ છાનુ હસતા રહયા
"પ્રેમ ને પામવો સહેલ છે"તે હસતા હસતા કહેતા રહયા
પણ ઘુમાવવો ઘણો અઘરો છે

હસમુખ અમથાલાલ મહેતા

પ્રેમભંગ... Prembhang
Friday, March 29, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Kumarmani Mahakul 29 March 2019

This is a very beautiful poem excellently penned that has deeper insight that no one can deny. Thank you very much for sharing this.10

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success