પૂછી તો જો જો
ગુરુવાર,25 જુલાઈ 2019
તમારા મને ને થોડુ ટટોળજો
પૂછી તો જો જો!
તેને સાચવીને થોડુ ગમતું આપજો
તે તેમને મનોરંજન નો મસાલો આપશે।
ના આતો નહીંજ કરૂ
મન નુ ધાર્યું જ કરીશ
કોઈ ની વાતજ નહી સાંભળુ
મારુ મન જ થઇ જાય છે રડુ રડુ।
જવાનું નક્કી જ છે
પાપ અને પુણ્ય અહીંજ છે
બધુજ છોડી ને જવાનું છે
પછી તારું મારું કેમ કરવાનું છે?
આજે સ્વજન છે
તે કાલે પરજન થવાના છે
ધનના જ સગા રહેવાના છે
"સ્વાર્થ સરે"એટલે અળગા જ રહેવાના છે
પણજે આકસ્મિક નજીક આવ્યા
પ્યાર ના તાંતણા ને મન થી પરોવ્યા
તેમને તમે મન થી આઘા કર્યા
મન ની વાત ને ના અનુસર્યા।
આવી અવળચંડાઈ
કરે આપણા પર ચડાઈ
પણ કેમ આપણે કરીએ બડાઈ?
જ્યારે વાતજ આપણ ને ન સમજાઈ!
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome bhadresh bhatt 1 Edit or delete this Like · Reply · 1m