રાખો મારી કલમપર ભરોસો
Wednesday, April 11,2018
11: 32 AM
રાખોમારી કલમપર ભરોસો
તે આપશે તમોને દિલાસો
તમારા ઉત્તેજિત મન ને કરશે શાન્ત
અને દુઃખો નો લાવશે અંત।
માનવતાનો આપશે સંદેશ
કોઈ નહિ રહે સંદેહ
લાગણીઓની વહેશે સરવાણી
તમારા બધાની હશે તેમાં લાગણી।
મારે નથી જોઈતી પ્રશંશા
બસ દિલ માં એકજ છે મંશા
મારે ફેલાવવી છે પ્રકૃતિ ની મહેક
નથી કહી શકતા માણસો કૈંક।
દુર્લભ જીવન ની થઇ છે પ્રાપ્તિ
આપણે રાખવી પડશે સંતૃપ્તિ
ઘણી આવશે તડકી અને છાંયડી
આપણે સાચવવી પડશે તે ઘડી।
કેટલો કેટલો પાડે છે મજુર પરસેવો
પણ નથી મળતો એને મેવો
બે ટંક ભોજન પણ માંડ પ્રાપ્ત થાય
આતો કેવી કઠણ પરીક્ષા કહેવાય।
જગત નો તાત આયુષ્ય ટૂંકું કરે
દુઃખી મને મોત નો ભેટો કરે
કુદરત પણ મોઢુ ફેરવી લે
પછી કેવી થાય તેની વલે?
સરહદપર જવાન દેશ ના રક્ષણ માટે બલિદાન આપે
કુટુંબ થી દૂર, દુશ્મન દેશના ગોળીબાર નો સામનો કરે
પ્રાણની આહુતી આપતા લેશમાત્ર પણ ના અચકાય
આને શબ્દો માં ગૂંથી ને કેવીરીતે મૂલવાય?
મારું મન દ્રવી ઉઠે અને કરે ચિત્કાર
જે લોકો નથી સમજતા તેમને ધિક્કાર
પ્રાણીમાત્ર પણ સમજેછે જીવન ની કિંમત
આપણે એની કિંમત આંકીએ છીએ નહિવત।
welcome welcome Mercey Franco 1 mutual friend Friend Friends
welcome Lesiba Hlungz 15 mutual friends 1 Manage Like · Reply · 1m
રાખો મારી કલમપર ભરોસો તે આપશે તમોને દિલાસો તમારા ઉત્તેજિત મન ને કરશે શાન્ત અને દુઃખો નો લાવશે અંત।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Suresh Shah Tamari Kalam jordar chhe. 1 Manage Like · Reply · 1m