તારા વિના .. Taara Poem by Mehta Hasmukh Amathaal

તારા વિના .. Taara

Rating: 5.0

તારા વિના
બુધવાર, ઓક્ટોબર 1,2020

તારા વિના રહેતા આવડી ગયું
લોકો સાથે ફરવાનું મને ગમી ગયું
પહેલા મારી કરતા હતા નિંદા મારી, વખાણ કરતા થઇ ગયા
બંધ પડેલી ખાણમાંથી સોનુ વરસાવતા થઇ ગયા

સંસાર જીવવોસહેલો નથી
તરવાનું અમે ભૂલી ગયા
જ્યારે સમો પડ્યો આવી સામે
સામનો કરવાનું શીખી ગયા।

લોકો કરતા હતા બેધારી વાતો
ચલાવતા હતા તિરસ્કાર ના બાણો
આ વાત હવે જૂની થઇ ગઈ
મારા માટે હરખ ના આંસુ લાવી ગઈ

સામનો કરજો તમે નાહિમ્મત કદી ના થતા
જેકહે તેને શાંતી થી સાંભળી લેતા
એ મને સાનમાં કહેતી અને હસી પડતી
તેની વાત મને લાખ રૂપિયા ની લાગતી

કેટલી બધી શાંતી પાછળ મુકતી ગઈ
મારા માટે જાણે સુખ ની છોળો ઉડાડતી ગઈ
એક દિવસ પણ કોઈ માંગણી એણે ના કરી
મારા હરેક કામ માં અડીખમ થઇ ને ઉભી રહી।

એણે તો પોતાનું ધાર્યું કરી લીધુ
આ ભાવ માં પુણ્ય નું ભાથું બાંધી લીધુ
એના અંતિમ સમયે પણ એવુંજ સ્મિત
જાણે પ્રગાઢ નિદ્રા પોઢી રહી સસ્મિત

ડૉ. જાડીઆ હસમુખ

તારા વિના .. Taara
Wednesday, September 30, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 01 October 2020

Poem: 59290253 - તારા વિના.. Taara Member: Kumarmani Mahakul Comment: એણે તો પોતાનું ધાર્યું કરી લીધુ આ ભાવ માં પુણ્ય નું ભાથું બાંધી લીધુ....Reciting this poem we feel very happy! This is an excellent tribute poem written for Taara Devi.

0 0 Reply
Kumarmani Mahakul 30 September 2020

એણે તો પોતાનું ધાર્યું કરી લીધુ આ ભાવ માં પુણ્ય નું ભાથું બાંધી લીધુ....Reciting this poem we feel very happy! This is an excellent tribute poem written for Taara Devi.

0 0 Reply
Mehta Hasmukh Amathalal 30 September 2020

એના અંતિમ સમયે પણ એવુંજ સ્મિત જાણે પ્રગાઢ નિદ્રા પોઢી રહી સસ્મિત ડૉ. જાડીઆ હસમુખ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success