તારા વગર... Taaraa Poem by Mehta Hasmukh Amathaal

તારા વગર... Taaraa

તારા વગર
શુક્રવાર,7 સપ્ટેમ્બર 2018

તારા વગર નથી ફાવતું
ભોજન પણ નથી ભાવતું
કોઈ બોલે ઊંચે અવાજે
મન માં ઉદાસી ના બોલ ગાજે।

મનમાં હતા ઉમંગો
સાથ માં હતો એટલોજ ઉમળકો
ઊંચા બુરજ અને મહેલ બાંધી
સ્નેહ ની તાણી લીટી સીધી

તે પણ આપ્યું હતું એક વચન
મારું પણ સાચું હતું ચયન
મુખપર સદા રહેતું હાસ્ય
પણ હવે રહી ગયું એક રહસ્ય

કુદરત ની એકજ થપાટ
મને લખી દિધો સંદેશ લલાટ
જતા આવતા બધા પૂછે
આ બધું શું છે ચાલી રહું છે?

હજાર મોંઢા અને હજાર વાતો
પડતા ઉપર લોકો મારે લાતો
આ બહુ હું મન થી સમજતો
મન થી મક્કમ અને દિલ થી ના લેતો।

જો આવું જ થવાનું હતું?
તો પછી પ્રેમનું કેમ બહાનું હતું
મારું વર્તન શોભે તેવું હતું
વચન નું પાકું અને વલણ થી અફર હતું।

હસમુખ અમથાલાલ મેહતા

તારા વગર... Taaraa
Friday, September 7, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 September 2018

welcome agam shah 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 September 2018

welcome Manisha Mehta 35 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 September 2018

welcome Buffy Mendelssohn 3 mutual friends 1 Manage Like · Reply · 1m · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 September 2018

જો આવું જ થવાનું હતું? તો પછી પ્રેમનું કેમ બહાનું હતું મારું વર્તન શોભે તેવું હતું વચન નું પાકું અને વલણ થી અફર હતું। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success