તમારી શૈલી
દિલ ની ઊર્મિ અને લાગણી
કદી ના કરી એને માટે માંગણી
પણ એને માટે કદી શરત ના હોય
એને રજૂઆત કરવા માટે પાંપણો નીચે જોતી હોય।
કહેવું છે પણ ના કહી શકતી હોય
સ્વીકાર છે પણ બોલતી ના હોય
એની વાત પાર રમુજ ના હોય
બસ હા કહેવાનો મોકો શોધવાનો હોય।
આ વસ્તુ જીવન માં રેહવાની જ છે
શ્વાસ ની જોડે જોડે ચાલવાની એક પ્રકિયા છે
ગમાડવું અને તેને સ્વીકારવું એ એક સાલસતા છે
સામાન્ય માણસ ની મહેચ્છા અને એક માનતા પણ છે।
લાગણી એજ જીવવાનો મનોરથ
સંસાર નો આગળ ચાલે રથ
સવાર હોય સહનશીલ માનવ મહેરામણ
પછી ના હો કોઈ પણ ગભરામણ।
જીવન મારેજ જીવવાનું છે
દુઃખ પણ મારેજ જીરવવાનું છે
જે પણ સુખ ની ક્ષણો મળી છે તેને અપનાવવાની છે
પણ તેનો આધાર તમારી શૈલી અને સ્વીકારવાની રીત નો છે।
welcoem rupal bhandari Unlike · Reply · 1 · Just now
welcoem rupal bhandari Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જીવન મારેજ જીવવાનું છે દુઃખ પણ મારેજ જીરવવાનું છે જે પણ સુખ ની ક્ષણો મળી છે તેને અપનાવવાની છે પણ તેનો આધાર તમારી શૈલી અને સ્વીકારવાની રીત નો છે।