તમારો અભિગમ Tamaro Poem by Mehta Hasmukh Amathaal

તમારો અભિગમ Tamaro

તમારો અભિગમ

સહો હંમેશા આભારી
બધુજ થઇ રહ્યુંછે સમજી વિચારી
બાકી બધું તો છે ચરણે હરી
સાક્ષાત છે પ્રભુ ઘરમાં જેને ઘેર છે દીકરી।

કોઈ મજબૂરી નથી
બધુજ સારું થાય સમજાવટ થી
આપણા જ લોહી નું કુદરતી વહેણ
દીકરી ની કરજો હંમેશા તરફેણ।

માં લક્ષ્મી ની હંમેશા રહેશે કૃપા
દિલ માં રાખજો પ્રેમ અને અનુકંપા
'દીકરી ને ગાય દોરે તયાં જાય '
પુરા થયા એ દિવસો હવે તો તેને સમજુ અને સશક્ત જ કરાય।

દીકરીઓ તો એમને એમ જ છે
સમજુ અને પાવન જ છે
માતા નું શ્રેષ્ઠ વરદાન અને પિતાનો અમૂલો વિશ્વાસ
વિદાય થાય ત્યારે થંભી જાય શ્વાસ।

વિચારો બદલ જો વડીલ માં ને બાપ
દીકરી તો સ્વર્ગ નું દ્વાર ખોલે આપોઆપ
મા ભરતી નું પણ આજ સ્વપ્ન છે
તમારા સુવર્ણ સપના નું પણ વહન છે।

તમારી પ્રકૃતિ વકરી છે
વૃર્ત્તી વિલાસ ને વરી છે
તમે મા ભગવતી અને ચંડી ને ભૂલી ગયા
જેના હાથ માં શ્રુષ્ટિ નો આધાર છે તેનેજ ભરખી ગયા।

કરી લો એકજ સંકલ્પ
જીવન છે અધૂરું અને અલ્પ
બદલાઈ જશે તમારો અભિગમ અને થઇ જશે કાયાકલ્પ
જો દીકરી ને સમજશો તમારા કિસ્મત ની શિલ્પ।

તમારો અભિગમ Tamaro
Monday, April 24, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 April 2017

સહો હંમેશા આભારી બધુજ થઇ રહ્યુંછે સમજી વિચારી બાકી બધું તો છે ચરણે હરી સાક્ષાત છે પ્રભુ ઘરમાં જેને ઘેર છે દીકરી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success