તમે જ વિધાતા
ગુરુવાર,26 ડિસેમ્બર 2019
અરેરે! ઓ કુદરત
આ તો કેવી છે નફરત
માણસ, માણસ ને મારે
કોઈ હોય જો બીજા તો બધાને તારે।
પ્રભુ, તમેજ બનાવી દુનિયા
અને પાછી ઉમેરી તેમાં માયા
બધા માં છો તમે જ સમાયા
તો પછી કેવી આ સમસ્યા?
સગુંવહાલું તો ખરું
પણ આપણું જીવન કરી દે ખારું
વાતવાત માં પાડે આડુ
પડતા ઉપર મારે પાટુ।
બધા ઉપદેશ આપે "રહો થઇ સજ્જન "
પણ રાજ કરે બધા પર દુર્જન
સાચા નો કોઈ સાથ નહિ
વાચા નો કોઈ મોલ નહિ।
તમે બનાવી ઘણી આંટાઘૂંટી
ડગલે ને પગલે થાય ખરી કસોટી
વૈતરણી પર કરતા કરતા હાંફી જવાય
મરતા સુધી જીવન નો અર્થ જ ના સમજાય
સગા બને વેરી
બનાવી દે આપણી દુનિયા અંધેરી
કશાના ના રહેવા દે લાયક
આખો જન્મારો રહે તમારા ખલનાયક।
તમારે આવી જ જિંદગી વિતાવવાની છે
પોતાની જિંદગી ની હોડી જાતેજ હંકારવાની છે
તમે જ માતા અનેતમે જપિતા
તમે જસ્વપ્નદ્રષ્ટા અને તમેજ વિધાતા।
હસમુખ અમથાલાલ મહેતા
Dipali Sathwara Mst uncle 1 Hide or report this Like · Reply · 1h
Bhavana Vyas Bhavana Vyas Hide or report this 1 Like · Reply · 47m
તમારે આવી જ જિંદગી વિતાવવાની છે પોતાની જિંદગી ની હોડી જાતેજ હંકારવાની છે તમે જ માતા અને તમે જ પિતા તમે જ સ્વપ્નદ્રષ્ટા અને તમેજ વિધાતા। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
dipali sathwara 1 Edit or delete this Like · Reply · 1m · Edited