તમે જાતે જ કહેશો Tame Jaate Poem by Mehta Hasmukh Amathaal

તમે જાતે જ કહેશો Tame Jaate

તમે જાતે જ કહેશો

દીકરો કે દીકરી
માં બાપ ની હાલત થાય કફોડી
જો સ્વાર્થ જ સંસ્કાર માં હોય
પછી એમાં નવાઈ ક્યાંથી હોય?

મારી વિચારસરણી જુદી છે
તમે કહેશો કે ગંદી છે
પણ શા માટે આપણે દીકરો કે દીકરી આધારિત રહીએ?
જ્યારે ખરેખર જીવવાનો સમય આવ્યો છે ત્યારે આપણે પરતંત્રતા સ્વીકારીએ!

આખા જીવન માં આપણે કૈજ ના કર્યું
છોકરા ને ભણાવ્યો ને લગ્ન કર્યું
છોકરી ના હાથ પીળા કર્યા ને વળાવી
હવે તો વિચારો જિંદગી કેમ છે વિતાવવી?

વલોપાત શાના કાજે?
હવે તો ભગવાન નું નામ જ ગુંજે
કરો થોડું થોડું દાન કે બીજા હાથ ને ખબર ના પડે
પંડે હોય આનંદ તો પછી વિશાદ ની કેમ જરૂર પડે?

ખુબજ મન ગભરાય પછી સંતો નો સહારો લેવો પડે
મન માં ડૂમો આવી જાય તો થોડું રોઈ પણ લેવું પડે
મૂકી જુઓ વિશ્વાસ એનામાં અને સોંપીદો સુકાન જીવનનૈયા નું
શું ઘડપણ કે શું વિસામો? આપણો તો હોંશે હોંશે ચાલ્યા જવાનું।

પ્રભુ ની જોડે નો સબંધ સુધારો
પુન્ય ના ખાતા માં કરો થોડો થોડો વધારો
તમારી સારવાર પ્રભુ કરશે અને તમે તંદુરસ્ત રહેશો
એની સેવા માં મસ્ત રહો 'જીવન આનંદમય ' એમ તમે જાતે જ કહેશો

તમે જાતે જ કહેશો Tame Jaate
Thursday, March 23, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 23 March 2017

દીકરો કે દીકરી માં બાપ ની હાલત થાય કફોડી

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 March 2017

welcoem vini patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 March 2017

welcomedr n k upadhyay Unlike · Reply · 1 · 1 min

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 March 2017

binit mehta Unlike · Reply · 1 · 1 min

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 March 2017

tribhovan panchal Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 March 2017

WELCOME RISHI PATEL

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 March 2017

Daxa Mehta Very nice Unlike · Reply · 1 · 4 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 March 2017

welcome jabirana arafat Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 March 2017

Bheaty Medina Lovely pecture Unlike · Reply · 1 · 9 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 March 2017

welcoem arvind bhandari Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success