તને ખુશ રાખીશ Tane Khush Poem by Mehta Hasmukh Amathaal

તને ખુશ રાખીશ Tane Khush

તને ખુશ રાખીશ

એણે તો મને વિવશ કરી દીધો
સાચું કહેવા પરવશ કરી દીધો
હું કશુંજ કહી ના શક્યો!
બસ ખાલી પાંપણો ને જ ફરકાવી શક્યો।

વારંવાર એણે મને પૂછે રાખ્યું
મેં પણ એને કહી જ દીધું
'હું તને નહિ જ કહી શકું'
એટલો બધો ભાર નહીંજ વહન કરી શકું।

મારી જીભ પર લાગ્યું છે ખંભાતી તાળું
બસ હું જોયાજ કરું છું તારું વદન મોહાળુ
મને ડર છે કે ' હું તને ગુમાવી દઈશ'
જતે સમયે હું તને જોઈ પણ ના શકીશ।

હું પણ એટલોજ પ્રેમ કરું છું
પ્રેમ ને વાચા આપવાની કોશિશ કરું છું
પણ જીભ કહી શક્તીજ નથી
માર કેહવાના શબ્દો ઉચ્ચારી શકતી જ નથી।

શા માટે જીદ કરે છે?
પ્રેમ તો બધાજ લોકો કરે છે
હું ડરતો નથી પણ લાગણી સંતાડી રહ્યો છું
મેં ભૂતકાળ માં ઘણા બધાનો થયેલો આઘાત છુપાવી રહ્યો છું।

હા હું નિભાવીશ
તારા બધાજ સપના પુરા કરીશ
ગરીબી હશે તો તનતોડ મહેનત કરીશ
પણ જાત મહેનત થી તને ખુશ રાખીશ।

તને ખુશ રાખીશ Tane Khush
Wednesday, January 25, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 January 2017

welcome suhas hiralal janodiya Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 January 2017

હા હું નિભાવીશ તારા બધાજ સપના પુરા કરીશ ગરીબી હશે તો તનતોડ મહેનત કરીશ પણ જાત મહેનત થી તને ખુશ રાખીશ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success