તારા નૈનો....Tara Poem by Mehta Hasmukh Amathaal

તારા નૈનો....Tara

Rating: 5.0

તારા નૈનો
બુધવાર,30 ઓક્ટોબર 2019

તારા નૈનો એ છલકાવ્યા
મદિરા એ પણ છકાવ્યા
કેમે કરી આપું એની વ્યાખ્યા!
પ્રેમ ના રંગ અમો એ ચાખ્યા। તારા નૈનો એ છલકાવ્યા

સાગર અમો ને ઊંડો ઊંડો લાગ્યો
ધાર્યું હતું એનાથી ગહન અમને લાગ્યો
"સહેલાઈથી અમે એને તરી જાશું"
પ્રેમ ની મસ્તી ને દિલથી માણીશું। તારા નૈનો એ છલકાવ્યા

પ્રેમ નો રંગ ના, આંખોને દેખાણો
બસ તારો જ ચેહરો। નયનો માં સમાણો
મને લાગી બીક એવી, લોકો કહેશે શાણો
હું તો તેના પ્રેમ માં ગળાડૂબ રંગાણો। તારા નૈનો એ છલકાવ્યા

કરવો હતો મારે, તારી સામે એકરાર
ભય હતો દિલ માં, તું કરી દેશે ઇન્કાર
મારે નહોતો સાંભળવો, તારો કોઈ નકાર
બસ બની રહે આપણા, સપના સાકાર। તારા નૈનો એ છલકાવ્યા

પ્રેમ થી જીતવો, પ્રેમ થી હારવો
મારી બની જવું દિલ થી મરજીવો
જો કદી થઇ જાય સપના ના સાકાર
મારે આપવો રહ્યો એને જુદો આકાર।

હસમુખ અમથાલાલ મહેતા

તારા નૈનો....Tara
Wednesday, October 30, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 October 2019

પ્રેમ થી જીતવો, પ્રેમ થી હારવો મારી બની જવું દિલ થી મરજીવો જો કદી થઇ જાય સપના ના સાકાર મારે આપવો રહ્યો એને જુદો આકાર। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success