તારણહારા... Taranhaaraa Poem by Mehta Hasmukh Amathaal

તારણહારા... Taranhaaraa

Rating: 5.0

તારણહારા

શનિવાર,7 જુલાઈ 2018

પ્રભુ તમે છો તારણહારા
જિંદગી ને સંવારનારા
દુઃખી જીવો ને તારનારા
સમગ્ર શ્રુષ્ટિ ના પાલનહારા।

અમે પાપી ને અભાગીયા
તમો ને કદી ના સમજીઆ
જ્યારે ભીડ પડી ત્યારે દોડીયા
ખુબ રડયા ને પછતાઇયા।

તારી કૃપા નો કોઈ પર નથી
પણ અમોને એની સમજણ નથી
શોક આવે ત્યારે યાદ કરીએ
સમય ની સાથે ભૂલી પણ જઈએ।

ઓ પ્રભુ વંદીએ તને
લળી લળી આશિષ માંગીએ
લાભકારી છે તારું નામ
ને થાય કામ તમામ।

મારા વંદન તમે સ્વીકારજો
અને ભૂલો ને પણ માફ કરજો
થઇ જાય કદી અવગણના
માફ કરજો બધા ગુના।

મારા જીવન ને રક્ષનારા
લેજો હાથ માં જીવન ની ધુરા
નાવલડી ને હંકારજો
મારા નમન ને પ્રેમથી સ્વીકારજો।

હસમુખ અમથાલાલ મહેતા

તારણહારા... Taranhaaraa
Saturday, July 7, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

મારા જીવન ને રક્ષનારા લેજો હાથ માં જીવન ની ધુરા નાવલડી ને હંકારજો મારા નમન ને પ્રેમથી સ્વીકારજો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply

welcome Celeste D. Erni 1 mutual friend 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success