તારી ખોટ... Tari Poem by Mehta Hasmukh Amathaal

તારી ખોટ... Tari

તારી ખોટ
મંગળવાર,11 સપ્ટેમ્બર 2018

તારું મુખડું
સદા હસતું ને હસતું
જાણે સુખ પીરસતુ
અને વહાલ વરસાવતુ

આજે તું ચાલી ગઈ
પ્રભુ ના ધામ માં વસી ગઈ
તારો તો નાનો વાસ હતો
ફક્ત સુગંધ પ્રસરાવતો

તને આપ્યું બધાએ નામ "અન્નપૂર્ણા"
ખવાડવતી પ્રેમથી અને કરતી હંમેશા પૂજા
બસ પ્રભુ નૂ નામ અંકિત કરતી
માળા જ કર કર કરતી

છેલ્લે સુધી જમાડી ને ગઈ
પાછળ યાદોં મુક્તિ ગઈ
સમય જ ના આપ્યો સમજવાનો
તારો આભાર વ્યક્ત કરવાનો।

સમજી તો બધા ગયા હતા
તારું દુઃખ સમજતા હતા
તને માથા ની ખુબ વેદના થતી
પણ તું ઉફ સુદ્ધાં ના કરતી।

આવો પ્રેમાળ સ્વભાવ
અને દ્રષ્ટિ માં થી અમી છલકાવતો હાવભાવ
પોતાનું દુઃખ ભૂલી સેવા કરવાનો અભિગમ
તુજ હતી પ્રેરણા સ્ત્રોત પણ છોડી દીધો મુકામ।

આજે છે તારી મુર્ત્યું તારીખ
નથી દુઃખ કે નથી હરખ
પણ યાદો થી મન થાય છે વ્યાકુળ
તેં તો ઉજાળી દીધું મારું કુળ।

તારી ઈચ્છા આજે ફળીભૂત કરી
દીકરા ને નવી ગાડી ભેટ ધરી
મારું મન ભરાઈ આવ્યું
તારી ખોટ થી એક ડૂસકું ભરાઈ આવ્યું।

હસમુખ અમથાલાલ મહેતા

તારી ખોટ... Tari
Tuesday, September 11, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 11 September 2018

તારી ઈચ્છા આજે ફળીભૂત કરી દીકરા ને નવી ગાડી ભેટ ધરી મારું મન ભરાઈ આવ્યું તારી ખોટ થી એક ડૂસકું ભરાઈ આવ્યું। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 September 2018

WELCOME TARUN H. Mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 September 2018

welcome Yogesh Parmar 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 September 2018

welcome Bhadresh Bhatt Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 September 2018

welcome Himat Vaghela

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 September 2018

welcome Gunvantsinh Rathod Add Friend 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 September 2018

welcome Vikas Singh Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 September 2018

welcome Narshi Jatiya 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 September 2018

welcome roman parmar 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success