તારી ખૂબી
રવિવાર,7 એપ્રિલ 2019
તું કહેતી રહેજે
સપના માં આવતી રહેજે
મન ના ભાવ ના છુપાવજે
જે સાચું હોય તેજ બતાવજે।
તારા નામ ને હું યાદ રાખુ
સાચા સ્નેહ ને પણ હું પરખુ
તું ના કહે પણ હું સમજુ
રાખું મન ને મક્કમ, સાથે કઠણ કાળજુ।
સાંજે દિવસો ખાવા આવે
જુના દિવસો ની યાદ અપાવે
મળ્યા હતા આપણે જુદા સંજોગો માં
હવે હું વિતાવું સમય વિયોગ માં।
તું કહેતી સદા "કોઈ આપણું નથી"
જવાનું બધાએ નક્કી આગળ કે પાછળ થી
છોડી જવાનું ચોક્કસ સંભારણું
સુખ ના દિવસો નું એક નવીન ગાણુ।
સજળ નયને તને યાદ કરું છું
ભૂતકાળ ની યાદો ને વાગોળ્યા કરું છું
ભૂલે ના ભુલાએ કદી તારી છબી
આના કરતા પણ વધુ હતી તારી ખૂબી
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
varsha doshi 1 Edit or delete this Like · Reply · 1m