તવારિખ
શુક્રવાર,1 માર્ચ 2019
મારૂ હૃદય થાય છે વ્યથિત
જાણી દુશ્મન દેશ નું કથિત કથન
"અમને શાંતિ ખપે "
અમને એક તક ભારત આપે
મગર ના આંસુ અમને હવે નહિ ચળાવી શકે
જે લોકો આતંકવાદીઓ ને આશ્રય આપી શકે
અમારા નિર્દોષ સૈનિકો ના બલિદાન વ્યર્થ નહિ જાય
આખા દેશ માં એક જ સુર સંભળાય
"પાર્થ હવે તો ઉઠાવો બાણ"
પૂર્વં થી ઉગ્યા સંસાર ના ભાણ
જગત માટે એક નવો સંદેશ
હવે નહિ, હવે નહીં, દેશ વલણ બતાવે છે વિદેશ।
"સોંપી દો" આતંકવાદીઓ ને અથવા તૈયાર રહો
દેશ માં ઉઠ્યો પ્રજા નો એકજ સુર "જય હો"
દુશ્મન ને સજ્જડ જવાબ આપવા માં આવે
જરૂરત પડે સેના એના પ્રદેશ માં ચડાઈ લાવે।
આ છે નવાભારત નો નિર્ધાર
હવે તેને ચાલવું પડશે તેને તલવાર ની ધાર
કદાચ તેના વધુ ભાગલા થઇ જાય
ઇતિહાસ તવારીખ માં થી કદાચ નામોનિશાન મટી જાય
હસમુખ અમથાલાલ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem