તેની ઉદાસીનતા..... Teni Poem by Mehta Hasmukh Amathaal

તેની ઉદાસીનતા..... Teni

Rating: 5.0

તેની ઉદાસીનતા
શુક્રવાર,10 ઓગસ્ટ 2018

તારો ગુસ્સો
અને પાછો જુસ્સો
એટલો ને એટલો ઠસ્સો
મારો તો સમય ગયો ખાસ્સો।

ચાલો ઠંડી પડી તો ખરી
પણ સંભળાવી દીધી ખરી ખરી
હવે તે નહિ કરે મગજમારી
પણ પકડી રાખી ખુમારી।

ચલો, ગુસ્સા ને તો સમજ્યા
ભલે અમે વારેવારે બાખડયા
પણ પાછા ભેગા થઇ ગયા
એક બીજા ને સમજતા થયા।

તે ઝગડતી અને પાછી મારી પાસે આવતી
સ્નેહ થી કહેતી અને સમજ થી બોલાવતી
એ સ્વભાવ થી મને ખુબ ગમતી
ખુશનુમા વાતાવરણ મોં તે હસ્તી અને રમતી।

હું પણ તેની એટલીજ દરકાર કરતો
તેની ઉદાસીનતા થી હું પણ ગભરાતો
રખે ને! કૈં કરી ના બેસે તે ડર મને સતાવતો
તેથી તેને હું હસતી રાખતો અને સંભાળતો।

હસમુખ અમથાલાલ મહેતા

તેની ઉદાસીનતા..... Teni
Friday, August 10, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 10 August 2018

હું પણ તેની એટલીજ દરકાર કરતો તેની ઉદાસીનતા થી હું પણ ગભરાતો રખે ને! કૈં કરી ના બેસે તે ડર મને સતાવતો તેથી તેને હું હસતી રાખતો અને સંભાળતો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 August 2018

હું પણ તેની એટલીજ દરકાર કરતો તેની ઉદાસીનતા થી હું પણ ગભરાતો રખે ને! કૈં કરી ના બેસે તે ડર મને સતાવતો તેથી તેને હું હસતી રાખતો અને સંભાળતો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success