થઇ જાય અસાર Thai Jaay Poem by Mehta Hasmukh Amathaal

થઇ જાય અસાર Thai Jaay

થઇ જાય અસાર

બોલો તો ખરા કાન માં
જરા શું છે જાદુ
તમારા ચેહરાં માં
કરાવો છો આનંદ માંહે ભીતર માં

એક એક શબ્દ મન ને ભાવી જાયછે
દિલ માં લાવે લાગણી અને હંફાવી જાય છે
હું બસ પારખી રહું અંદરની કળા ને
તમારી અંદર એ રહેલા કલાકારને

મહેમાન હતા ત્યાં સુધી બરાબર હતું
લાગણી મા બધુ સરભર હતું
પણ હવે તો કેહવાનું મન થાય છે
હૈયું ઉલ્હાસ થી ઉભરાય છે

ચેહરાની એક એક પંક્તિ
થઇ જાય છે ઉક્તિ
મૂકી દો એને સવાર ની દિશા માં
પ્રાર્થના થઇ ને ગુંજે છે ગગન માં

અમે સમજી લીધો એનો સાર
આજ તો છે અમારો રૂડો સંસાર
સાકર નાંખો તો થઇ જાય કંસાર
ઉણું રહી જાય કૈંક તો તો થઇ જાય અસાર

થઇ જાય અસાર Thai Jaay
Saturday, March 12, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 12 March 2016

અમે સમજી લીધો એનો સાર આજ તો છે અમારો રૂડો સંસાર સાકર નાંખો તો થઇ જાય કંસાર ઉણું રહી જાય કૈંક તો તો થઇ જાય અસાર

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success