થંભી ગયો પવન
Wednesday, November 20,2019
11: 14 AM
થંભી ગયો પવન
જ્યારે ના પલાણુ વચન
નજરો ને એકદમ જ ફેરવી લીધી
જીવન માં થી ઓચિંતી વિદાય દઈ દીધી। થંભી ગયો પવન
"નહિ છોડું તને" વારંવાર મને કહેતો
મારા કાન માં પણ એનો અવાજ ગુંજતો
રહી રહી મને સુરક્ષા નું ધ્યાન અપાવતો
ગંભીર વાતો ને રમૂજ માં ખપાવતો। થંભી ગયો પવન
હું એને ત્રિભેટે મળતી
ત્યાંથી હું તેની સાથે વિચરતી
મલક મલક ના સપનાઓ માં રાચતી
કૂદતી રહેતી, મલકતી અને નાચતી। થંભી ગયો પવન
હું ના સમજી શકી એને
નજરો ને ફેરવી લીધી એણે
આંસુઓ ને રોક્યા મેં પરાણે
પગ થંભી ગયા આવા ટાણે। થંભી ગયો પવન
શું માનવ જીવન ની, આટલી જ કદર?
આવી જ રીતે કરવો રહ્યો અનાદર?
શા માટે કરવો કુઠારાઘાત?
કેમ પ્રેરીએ બીજા ને કરવા આપઘાત! થંભી ગયો પવન
જીવન છે મૂલ્યવાન
તમે ભલે હો નિર્ધન કે ધનવાન
તમને એક વાર વિચારતા કરી દે
માનવી ની હિનતા ના દર્શન કરાવી દે થંભી ગયો પવન
પણ હું જ મક્કમ બની
ભલે હું ના બની શકી તેની રાણી
પણ જીવન થી ના મૂંઝાણી
ધરતી ની મહાનતા મારા માં સમાણી। થંભી ગયો પવન
ભલે ના જાઓ મંદિર કે દેવળ
મન ની કાળજી રાખો કેવળ
જીવન માં ફરી વળશે કળ
પ્રભુ ની લીલા છે અકળ। થંભી ગયો પવન
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
ભલે ના જાઓ મંદિર કે દેવળ મન ની કાળજી રાખો કેવળ જીવન માં ફરી વળશે કળ પ્રભુ ની લીલા છે અકળ। થંભી ગયો પવન હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal