તું નારાયણી.. Tu Poem by Mehta Hasmukh Amathaal

તું નારાયણી.. Tu

Rating: 5.0

તું નારાયણી
ગુરુવાર,6 ડિસેમ્બર 2018

નારી તું સદા રહી નારાયણી
જીવનસંગીની અને તારનારી વૈતરણી
તારા યશોગાન તો દેવો પણ કરે
ધરતીવાસી તારો અનાદર કરે।

જીવન નું આ છે વરવું રૂપ
તને પ્રભુ એ આપ્યા ઘણાં સ્વરૂપ
તું સુંદર હોય કે કુરૂપ
વાત્સલ્ય નું ઝરણું વહે માના સ્વરૂપ।

બધા મળી રહેશે જીવન ની હોડ માં
આવીને લપાશે તેની સોડ માં
"ધરતી નો છેડો ઘર" તું જ્યાં જ્યાં રહે
સ્નેહ નો પ્રવાહ અવિરત વહેતો રહે।

તારા વિના દુનિયા નો કોઈ આરો
તુજ છે અમારા જીવન નો કિનારો
અમે નમન કરીએ અને પગે પડીએ
આશીર્વાદ લઈને હંમેશા આગળ વધીએ।

તુ તો છે સાક્ષાત અમારી વિધાતા
તારા વિના આગળ નથી વધી શકતા
તું હોય ભલે મન થી વ્યાકુળ
પણ સદા ઈચ્છા અમને સકુશળ।

હસમુખ મહેતા

તું નારાયણી.. Tu
Thursday, December 6, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 December 2018

તુ તો છે સાક્ષાત અમારી વિધાતા તારા વિના આગળ નથી વધી શકતા તું હોય ભલે મન થી વ્યાકુળ પણ સદા ઈચ્છા અમને સકુશળ। હસમુખ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success