વિપુલ ઝરણુંVipul Poem by Mehta Hasmukh Amathaal

વિપુલ ઝરણુંVipul

વિપુલ ઝરણું

Monday, June 4,2018
10: 17 PM

વિપુલ ઝરણું

સોમવાર, જૂન 4,2018

મે પાળ્યો અને પોષ્યો અહમ
પહેલા નહોતી ગતાગમ
પણ જ્યારથી વધ્યો દુનિયા જોડે સમાગમ
ટકરાયું અભિમાન અને વધ્યો ઘણોજ અહં।

અરે! પણ હું તો ભાન પણ ભુલ્યો
સારા ખોટા નો ભેદ પણ ના પારખ્યો
હતો નર્યો સ્વાર્થઆંખે દેખ્યો
પણ આંખ ના ઝેર નો એરૂ મને આભડ્યો।

મને લાધ્યું બ્રહ્મજ્ઞાન
અત્યાર સુધી હતો અજ્ઞાન
જેમ જેમ ઊંડો ખુમતો ગયો
એના ભેદ થી પરિચિત થતો ગયો।

પહેલા હું વચનો નો લ્હાણી કરતો
નાના મોટા સહુની મસ્કરી કરી ઠેકડી ઉડાડતો
આજે કટું વચન કહેતા મારી જીભ થોથવાય છે
પશ્ચાતાપ ની અગ્નિ માં બળતા હોય તેમ અનુભવાય છે।

આ તો થઇ મારી વાત
બધાને વાગતી હશે ભેદી લાત
ઊંડે ઊંડે અનુભવતા હશે મન માં કસક
મળતો હશે એમને બોધપાઠ અથવા સબક।

પ્રભુ નું આ તો વિપુલ ઝરણું
રહી જશે એક સંભારણું
રહેશે મીઠા બોલ યાદ
નહિ હોય એના વિષે કોઈ વિવાદ।

હસમુખ અમથાલાલ મેહતા

વિપુલ ઝરણુંVipul
Tuesday, June 5, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success