"દરકાર મને નથી" Poem by ravikumar patel

"દરકાર મને નથી"

પ્રતાપ છે તારો એ જ કે,
મિલન માટે મદમસ્ત એવા અમે પણ તલસી રહ્યા,
પણ ના જો મળે તુ તો, યાદ કરવાની દરકાર મને નથી.

ઈચ્છા તો ઘણી કે, બનું તારી આંખનું કાજળ,
છવાઈ રહું પાંપણ પર ને જીલું પ્રત્યેક પલકાર,
પણ કાજળ બનવા, જાત બાળવાની દરકાર મને નથી.

રહું તારું રૂપ નિહાળવામાં વ્યસ્ત,
ગુલાબી તારી આંખોનું અફીણ પીવામાં મસ્ત,
પણ પામવા તારા રોમનો સ્પર્શ, આલીંગન ભરવાની દરકાર મને નથી.


- રવિ બી. પટેલ.

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success