'વનવાસી' Poem by ravikumar patel

'વનવાસી'

અમે રે વનવગડાનાં વાસી,
નથી કોઇનાય ચરણની દાસી,
સદાય રહીએ પ્રકૃતિની ઓથે,
ખોવાયા એવા કે, ના મળીએ કદી ગોતે,
આજે ખાધું, આજે પીધું,
કાલની વળી ચિંતા શું?
રીત અમારી જબરદસ્ત,
કરીએ મહેનત કમરકશ,
જીવ અમારા સંતોષી,
નથી ભાળ્યા, હાથે કદી જોષી,
ચાલે કર્મનું ચાકડું,
ભૂલી ભ્રમનું ભાંખડું,
એક્બીજાની પડખે ઊભા,
મિલાવી અમે ખભે ખભા,
જોઇને અમને, કહેતાં દંભીઓ,
હશે ભાઇ હશે, હશે ભાઇ હશે,
હશે ભાઇ હશે, હશે ભાઇ હશે.

- રવિ બી. પટેલ.

Thursday, March 2, 2017
Topic(s) of this poem: content
COMMENTS OF THE POEM
Unnikrishnan E S 03 March 2017

Ravi, You have yet again disappointed me(Hahaha) _. For, I dont read Gujrati. Of course, I could decipher Vanwasi, the name of the poem; nothing else. Why dont you try a Hindi version? I can wait.

1 0 Reply
Ravikumar Patel 04 March 2017

Sir, I do understand your feelings, but this is a poetic expession of a wandering soul which can better be expressed only in mother-tongue for my being in such an initial stage.

0 0
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success