મારે ફરીથી ઊભા થાવું છે Poem by ravikumar patel

મારે ફરીથી ઊભા થાવું છે

'મારે ફરીથી ઊભા થાવું છે'

મારે ફરીથી ઊભા થાવું છે,
નિસ્તેજ આ ફલક પર તેજથી છાવું છે,
મારે ફરીથી ઊભા થાવું છે.

બુઠ્ઠા આ હથિયાર ત્યજી નિઃશસ્ત્ર થાવું છે,
બાવડાના બળે સંપનું ગીત ગાવું છે,
મારે ફરીથી ઊભા થાવું છે.

નાશપ્રાય તનને પોષવા જનનીને ધાવું છે,
કર્મ કેરું ભાથું ભરી ના કશું ખાવું છે,
મારે ફરીથી ઊભા થાવું છે.

- રવિ બી. પટેલ.

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success