અમે રે વનવગડાનાં વાસી,
નથી કોઇનાય ચરણની દાસી,
સદાય રહીએ પ્રકૃતિની ઓથે,
ખોવાયા એવા કે, ના મળીએ કદી ગોતે,
...
જાકારો દેતાં પણ, આંગણે ઊભુ ત્વરિત,
કળિયુગના અમૃત તણુ, વસતુ સર્વમાં દૂરિત,
પામ્યા વિના એહને, સૂજે ના કોઈ રીત,
સર્વ દિવાલોમાં, જડી દીધિ છે જેણે ખીંટ,
...
પ્રતાપ છે તારો એ જ કે,
મિલન માટે મદમસ્ત એવા અમે પણ તલસી રહ્યા,
પણ ના જો મળે તુ તો, યાદ કરવાની દરકાર મને નથી.
...
ઓળખાણ આપતાં જ ફાડી રહેલાં ડોળાથી,
નિહાળતાં એ દેડકાં,
શબ્દ પકડી મનને ભેદવા મથ્યા કરે.
...
'શ્વાસ બની જાતો'
કરાલ અંધ જગમાં તુજ તેજ ના સમાતો,
ચંદ મંદ કર્ણપ્રિય સૂરથી ઘવાતો,
...
'શરદપૂનમની રાત'
શરદપૂનમની રાત, આકાશે ખીલ્યો ચાંદ,
અનન્ય એવો ભાસે, ખુશ્બોભર્યો લાગે,
...
'કમલાક્ષી'
આવતાં દેખી મુજને, જુએ નીચે જામી,
નિહાળ મુજને આજ, કહી સાચો સ્વામી,
...
'મારે ફરીથી ઊભા થાવું છે'
મારે ફરીથી ઊભા થાવું છે,
નિસ્તેજ આ ફલક પર તેજથી છાવું છે,
...