શ્વાસ બની જાતો Poem by ravikumar patel

શ્વાસ બની જાતો

        'શ્વાસ બની જાતો'

કરાલ અંધ જગમાં તુજ તેજ ના સમાતો,
ચંદ મંદ કર્ણપ્રિય સૂરથી ઘવાતો,
આંખના પલકારે તુજ ઉરમાં ખોવાતો,
હ્રદયના ધબકારે શુદ્ધ રક્તથી ધોવાતો,
વ્યાપ તારો પામવા હરેક અંગમાં રેલાતો,
રંજ તારો નાથવા ઉચ્છવાસથી ફેંકાતો,
મલિન આ વિશ્વમાં તત્ક્ષણ ધમરોળાતો,
નમાલા આ માનવીઓના સ્વાર્થથી ઘસાતો,
અન્યાયીઓના ન્યાયે વીંખાઈ પીંખાઈ જાતો,
જીર્ણ બનેલો બેહાલ જ્યારે સમક્ષ તુજ પછડાતો,
ભાવનાભર્યા સ્મિતથી આદ્ર બની જાતો,
સંગ તારો પામવા તુજ શ્વાસ બની જાતો.

                     - રવિ બી. પટેલ.

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success