આની જ તો છે મોકાણ Poem by Mehta Hasmukh Amathaal

આની જ તો છે મોકાણ

આની જ તો છે મોકાણ

Monday, April 23,2018
10: 00 AM


ભુલ થાય તો ક્ષમાદાન
આપે એ જ પુરુષ મહાન
એનો સુવર્ણકાળ ના હોય
એનો ભૂતકાળ પણ ના હોય।

જાગ્યા ત્યાર થી જ સવાર
તેના પર હોય જ પલટવાર
તેનો ના આપવો પડે અણસાર
અને ના ઠહેરાવ વો પડે કસુરવાર।

એનું કરવું પડે વિશ્લેષણ!
પણ જોવું પડે ના થાય શોષણ
સમીક્ષા છે કઠણ
પણ ના રાખવું એનું રટણ।

ભુલ ને દફનાવી દો
એને ડાયરી ના પાના માં પણ ના રાખો
રખે ને તમારો ભૂતકાળ સજીવન થઇ જાય
તમને બદનામી આજીવન મળી જાય।

સબંધો ના ભોગે ના હોય સંબંધ
એતો રહેવો જોઈએ અકબંધ
તેલ ના ડબા જેવો રહે બંધ
મહેક સૂંઘી ને બોલી ઉઠે અંધ।

તમારું મન હોય મર્કટ સમાન
પણ રહેવું પડે સભાન
કોઈની પર નજર બગાડતા પહેલા કરી લેવો વિચાર
પછી ના કહેતા કે "મારો થાય છે કુપ્રચાર।

રોળાઈ જાય શમણું
જીવન છે જ ભુલામણુ
જીવન નું નામ જ છે હુલામણું
પણ જીવન કરી નાખે અળખામણું

લાલચ છે આપણા માં ભરેલી અણુઅણુ
કરી નાખે બદનામ અને રોળાઈ જાય શમણું।
આપણે કરીએ જાતના ખુબખુબ વખાણ
પણ આની જ તો છે મોકાણ।

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success