નિહાળો પ્રકુતિ
Thursday, April 1,2021
6: 09 PM
મારે નિહાળવી હતી વૃક્ષ ની ડાળ
જોવા હતા ચહેકતા પંખીઓના બાળ
પહાડોના ઉત્તુંગ શિખરો સર કરવા હતા
મનમાં સમાયેલા ઉમંગો માણવા હતા.
સુરજ હતો પહાડની પાછળ
નિષ્કપટ અને વગર કોઈ આળ
કિરણો નો અફાટ સાગર
સોને થી મઢેલો ડુંગર
મારે કરવા હતા દરિદ્રનારાયણ ના દર્શન
કરવો હતો નાશ દરિદ્રતા નો વાપરી સુદર્શન
કુદરત નું જોવું હતું વરવું પ્રદર્શન
કુદરત ની કોખ માં જમાવવું હતું આસન
મનુષ્યો ને દુર્લભ એવું સંસાર નુ જ્ઞાન
આપણે ના રહીએ તેનાથી અજ્ઞાન
સામાન્ય મનુષ્ય ના રહે તેનાથી અજાણ
આ તો છે એક માયાવી સંસાર નું કામણ
આપણી ઘણી બધી હોય કામના
પણ હંમેશા રાખી એ સદભાવના
માનવી થઈ ને માનવી રહીએ તોય ઘણું
સર્વે જગત છે બઘણું અને આપણું
આપ ભલા તો જગ ભલા
તમે ભૂલો તો જગ ભૂલા
કોઈ ના ચાલે બચાવ લૂલો
આતો છે પંખી નો માળો
ડૉ હસમુખ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem