આદર્શ સપનું
ગુરુવાર,14 ફેબ્રુઆરી 2019
એવા તો તમે કેવા જાદુગર
કે બની ગયા મન ના માણીગર
જીવન માં મહેકાવી ગયા સુગંધ
અમે ઝંખી રહયા તમારો સહેવાસ।
જીવન માં સાથી બનવાની ઊંડી આસ
બસ હવે રહી તમારી આસપાસ
આપણા જીવન માં નવપલ્લવિત અંકુરો ફૂટશે
જીવન ની અનોખી કહાણી કહેશે।
આ કોઈ નાનુસુની વાત નથી
એને નથી લીધી મેં હળવાશ થી
ઘણોજ વિચાર કર્યો ઊંડે
પણ જીવ હંમેશા મારો ફફડે
પરભાવ નો કોઈ હિસાબ બાકી હશે
જે આ ભાવ માં ચૂકતે હશે
ઋણાનુબંધ હોઈશું આપણ બેઉ
હું પણ ગુમાનથી ભેગા થવાનું પ્રણ લાઉ।
જશે જીવન આપણું મજાનું
પૂરું થશે એક આદર્શ સપનું
સમય ના વહાણા વાઈ જશે
હસતે જીવન પણ કપાઈ જશે।
હસમુખ અમથાલાલ મહેતા
bhdresh bhatt 1 Edit or delete this Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome bhdresh bhatt 1 Edit or delete this Like · Reply · 1m