આપણું પ્રતીક
Sunday, August 2,2020
5: 04 AM
અયોધ્યા એ આપણી સંસ્કૃતિ નું પ્રતીક
અને એનું ના હોવુંજ આપણ ને કરતુ હતું આતંકિત
આપણી કેટલી બધી રહેલી શ્રદ્ધા અને આસક્તિ
આ જ દર્શાવે છે આપણી આંતરિકઈચ્છા અને ભક્તિ।
આપણે કેટલા બધા સહનશીલ!
હંમશા રહયા ગુણવાન અને સહનશીલ
પરદેશીઓ ને પણ દૂધ માં સાકર ની જેમ સમાવ્યા।
આપણે કદીપણ ધર્માન્ધ ના રહયા
તેમની સંસ્કૃતી ને સાથે અપનાવ્યા
કદી તેમને આતતાયી ના કહયા।
પણ એમણે આપણી કદી ના કદર કરી
દુભવ્યા મંદિરો ને ધ્વસ્ત કરી।
કેટલી કેટલી સદીઓ વીતી ગઈ
પણ ધર્મ પ્રત્યે ની આસ્થા સદા સબળ થતી ગઈ
વર્ષો જૂની સંસ્કૃતિ આજે મૂલ સ્વરૂપે સાકાર થઇ રહી છે
ત્યાર એક ભારતીય તરીકે નું ગૌરવ પ્રકટ થઇ હ્યુ છે।
લોકો ને ડર છે " સંસ્કૃતિ એક એકતા નું પ્રતીક બની જશે"
ધર્મ માં માનવાવાળા એકત્ર થઇ પ્રતિકાર બની જશે
પહેલા ઉભો થતો વિરોધ નો વંટોળ શમી જશે
ભારતીયતા અને તેની મહાનતા નો વિજય ડંકો વાગી જશે।
આવો સેવેલો મનોરથ હવે પૂર્ણતા ને આરે
પ્રભુ જાતે જ આવ્યા આપણી વહારે
નરેન્દ્રભાઈ નો સફળ સંકલ્પ અને જોશભર્યો હુંકાર
આપણે બધા એ ભેગા થઇ આપવોજ રહ્યો સત્કાર।
આપણે નથી કરી કોઈ દેશપર ચડાઈ
નથી કર્યો કોઈ ધર્મ નો પરિવતર્ન અને હાંકી બડાઈ
બાકી ઘણી કરી બધાએ અવળચંડાઈ
દેશ સમક્ષ છે પરિવર્તન ની એક અંગડાઇ।
આપણે કરવો છે ગર્વ નો એહસાસ
પણ કદી ના જોઈએ અભિમાન આસપાસ
સફળ અને અસફળ થયા એતો ખબર પડશે જ્યારે થઇ શું પાસ
પણ હાલ પૂરતો તો છે દેશ ને એક અતૂટ વિશ્વાસ।
ડો. જાડીઆ હસમુખ
Poem: 58885269 - આપણું પ્રતીક.. Aapnu Member: Kumarmani Mahakul Comment: " સફળ અને અસફળ થયા એતો ખબર પડશે જ્યારે થઇ શું પાસ પણ હાલ પૂરતો તો છે દેશ ને એક અતૂટ વિશ્વાસ।..." This is a very brilliant poem excellently penned with much beauty and in expressive way.
" સફળ અને અસફળ થયા એતો ખબર પડશે જ્યારે થઇ શું પાસ પણ હાલ પૂરતો તો છે દેશ ને એક અતૂટ વિશ્વાસ।..." This is a very brilliant poem excellently penned with much beauty and in expressive way.
આપણે કરવો છે ગર્વ નો એહસાસ પણ કદી ના જોઈએ અભિમાન આસપાસ સફળ અને અસફળ થયા એતો ખબર પડશે જ્યારે થઇ શું પાસ પણ હાલ પૂરતો તો છે દેશ ને એક અતૂટ વિશ્વાસ। ડો. જાડીઆ હસમુખ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Add Friend welcome Jagesh Shah