અમે રહ્યા... Ame Poem by Mehta Hasmukh Amathaal

અમે રહ્યા... Ame

અમે રહ્યા
બુધવાર,12 સપ્ટેમ્બર 2018

અમે રહ્યા અભાગિયા
કદી ના દર્શન કરવા ગયા
બે હાથ તો જોડયા
પણ દિલ બધાના તોડયા। … અમે રહયા અભાગિયા

કર્યો અભિગમ જિન થવાને
સાદગી અપનાવી, પાવન થવાને
મંત્રો જ્પ્યા અને માળા ફેરવી
પણ સંસાર માં કરી ખોટી પેરવી।...અમે રહયા અભાગિયા

ના કર્યું દાન અને રસ ના દાખવ્યો
મન માં કદી તપ નો વિચાર ના આવ્યો
ખોળિયું હતું જિન નામ નું
પણ કર્યું કામ તમામ બીજાનું।...અમે રહયા અભાગિયા

હવે માગી આણ, જિનશાસન દેવ ની
કૃપા કરો હવે આ ભવ ની
આત્મશુદ્ધિ અને પરોપકાર ની ભાવના
નથી જોઈતી મિથ્યા નામના।...અમે રહયા અભાગિયા

તન છે સુંદર અને મન છે વૈરાગી
છતાં નર્ક છે.બહુમૂલી જિંદગી
હું તો રહું છું, અપનાવી સાદગી
પવિત્ર થવું છે દૂર કરી ગંદગી।...અમે રહયા અભાગિયા

પવિત્ર પર્યુષણ માં તપ કરી
કાયા ને પાવન અને શુદ્ધ કરી
હવે હું જીવીશ પરોપકાર કરી
આત્મા માં ચિંતન અને તપ ને સાકાર કરી।...અમે રહયા અભાગિયા

હસમુખ અમથાલાલ મહેતા

અમે રહ્યા... Ame
Wednesday, September 12, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 September 2018

welcome rupal bhandari 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 September 2018

welcome manisha mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 September 2018

પવિત્ર પર્યુષણ માં તપ કરી કાયા ને પવન અને શુદ્ધ કરી હવે હું જીવીશ પરોપકાર કરી આત્મા માં ચિંતન અને તપ સાકાર કરી।...અમે રહયા અભાગિયા હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success