ભભકો તો પલકવાર નો Bbhabh Ko To Poem by Mehta Hasmukh Amathaal

ભભકો તો પલકવાર નો Bbhabh Ko To

ભભકો તો પલકવાર નો

કેવી છે આ લાગણી?
નથી થતી કોઈ માંગણી
બધા વાપરે મધુરી વાણી
જાણે વહે પ્રેમ ની સરવાણી।

હું સફાળો જાગ્યો
અને તુર્તજ દોડ્યો
મને લાગ્યું કે કૈક ખોટું થઇ રહ્યું છે
મારી થી કોઈ દોષ થઇ ચુક્યો છે।

આતો કેવું બંધન
જેમાં ન હોય દૌલત કે ધન
બસ માન અપમાન ને જ સ્થાન હોય
આના વગર ઘર સ્મશાન ઘાટ જ હોય।

મને સંબંધ જ જાણે ઉપરછલ્લા લાગે
વારેવારે લોકો ગલ્લાંતલ્લાં કરવા લાગે
તમને લાગે કે ઉપેક્ષા થઇ રહી છે બધાની વચ્ચે
પણ બધું જ તમે જતું કરી દીધું છે સાચે જ।

મારી કોઈ મહત્વકાંક્ષા જ નથી
જીવન માં આકાંક્ષા જ રાખી નથી
'બધા સ્મિત રેલાવી વાત કરે' તે મને ગમે છે
'તેમના મન ની વાત જાણી' સરખામણી કરવી પણ ગમે છે।

જીવન નો બોધપાઠ શો હોવો જોઈએ?
શા માટે ખોટા ઠઠારા નો મોહ રાખવો જોઈએ?
આ ભભકો તો પલકવાર નો જ
પછી તો લાગશે બોજ જીવનભર નો।

ભભકો તો પલકવાર નો Bbhabh Ko To
Saturday, December 10, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 10 December 2016

જીવન નો બોધપાઠ શો હોવો જોઈએ? શા માટે ખોટા ઠઠારા નો મોહ રાખવો જોઈએ? આ ભભકો તો પલકવાર નો જ પછી તો લાગશે બોજ જીવનભર નો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success