દયા કરો.. Daya Poem by Mehta Hasmukh Amathaal

દયા કરો.. Daya

Rating: 5.0

દયા કરો
બુધવાર,1 એપ્રિલ 2020

દયા કરો,પ્રભુ દયા કરો
અમ બધા પર દયા કરો
પ્રભુ અમે બધા છીએ પામર
નથી અજર કે અમર। દયા કરો,પ્રભુ દયા કરો

કરતા રહયા નજીવી ભૂલો
કરતા રહયા બચાવ લૂલો
કદી ના જીલી હૃદય ની વાણી
કરી પાપની હંમેશા લ્હાણી। દયા કરો,પ્રભુ દયા કરો

ના આપ્યો કદી સાચાનો સાથ
ના કર્યો કદી આત્મા નો સંગાથ
આવા હતા મારા જીવન ના અંશો
ના આપ્યો મન ને પણ અંદેશો। દયા કરો,પ્રભુ દયા કરો

ડગલે ને પગલે નામ તારું દીધું
સાચા ને ખોટું ને, ખોટા ને સાચું કીધુ
મોઢા ને બનાવ્યું વિલુ ને હસી લીધું ખંધુ
જાત પોતાની છેતરી ને માની લીધુ સીધુ।દયા કરો,પ્રભુ દયા કરો

જીવતર ને સમજ્યા જાત નો ખેલ
ઉમેરી દીધો તેમાં મન નો મેલ
બનાવટ નો આપ્યો તેમાં ઓપ
રાધે રાધે બોલી બની ગયો ગોપ।દયા કરો,પ્રભુ દયા કરો

ના પાડવા દીધી કોઈ ની ખલેલ
રચ્યો પચ્યો રહ્યો રચાવી ખેલ
મન ની વાચાને અટકાવી દીધી
માયા ને પોતાના માં સમાવી લીધી। દયા કરો,પ્રભુ દયા કરો

આમ જ જીવન ને સમેટી લીધુ
પોતાના મદ માંવેડફીદીધું
આત્મચિંતન ને કરી ના શક્યો
પ્રભુ આપને કદી નાભજી શક્યો। દયા કરો,પ્રભુ દયા કરો

હસમુખ અમથાલાલ મહેતા

દયા કરો.. Daya
Tuesday, March 31, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Kumarmani Mahakul 01 April 2020

આત્મચિંતન ને કરી ના શક્યો પ્રભુ આપને કદી નાભજી શક્યો। દયા કરો, પ્રભુ દયા કરો... This is an interesting poem very nicely and Excellently penned in Gujarati language. Thank you very much for sharing this lovely work.

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 March 2020

જીવતર ને સમજ્યા જાત નો ખેલ ઉમેરી દીધો તેમાં મન નો મેલ બનાવટ નો આપ્યો તેમાં ઓપ રાધે રાધે બોલી બની ગયો ગોપ।દયા કરો, પ્રભુ દયા કરો ના પાડવા દીધી કોઈ ની ખલેલ રચ્યો પચ્યો રહ્યો રચાવી ખેલ મન ની વાચાને અટકાવી દીધી માયા ને પોતાના માં સમાવી લીધી। દયા કરો, પ્રભુ દયા કરો આમ જ જીવન ને સમેટી લીધુ પોતાના મદ માં વેડફી દીધું આત્મચિંતન ને કરી ના શક્યો પ્રભુ આપને કદી ના ભજી શક્યો। દયા કરો, પ્રભુ દયા કરો હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success