કહી દો
શુક્રવાર,24 જાન્યુઆરી 2010
દિલ માં ઉકળતા લાવા ને
કહી દો સુરવાળા પાવા ને
મજબુર ના કરે ગાવા ને
ઊર્મિઓ ને કહી દો જવા ને।
તારો સુર રેલાય મારી સામે
લાવે કરુણા ના આંખો માં આપણી ને
આંખો કહે એક બીજાને
આપણે સર્જાયા મળવાને।
જિંદગી એ લગાવી ક્રૂર થપાટ
ના થઇ શકયું જે; લખ્યું લલાટ
ધરતી પણ ના રહી કદી સપાટ
મારતી રહી પાછળતી લાત।
હું વ્યક્ત કરું સૂરો ની વ્યાખ્યામાં
પાણી ને લાવી દઉં તમારી આંખોમાં
રોતી સુરત ને ના દેખાડુ સામેથી
પણ આંખો કહે પડદા પાછળ થી।
મારું સંગીત રેલાય મારા સૂરો થી
ગળું પણ રોકાઈ જાય ડચૂરા થી
જો તમે સાંભળી શકો મારીવ વેદના ને
કરજો સદા સહાય સંવેદના ને।
હસમુખ અમથાલાલ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
મારું સંગીત રેલાય મારા સૂરો થી ગળું પણ રોકાઈ જાય ડચૂરા થી...An excellent Gujarati poem is beautifully penned. Thank you very much for sharing this.