માતા નું ઋણ Maataa Nu Poem by Mehta Hasmukh Amathaal

માતા નું ઋણ Maataa Nu

માતા નું ઋણ

'હસમુખ, હસમુખ'
કેમ છુપાવે છે તારું મુખ?
હું તો ડાબે પડખે સૂતો હતો
એનીજ યાદ માં તડપતો હતો।

હું ઓળખી ગયો
આજે ઘણા વખત પછી મારી સામે આવી
એ ધીરે થી મારા કાન માં કૈક કહેતી હતી
હું એની વાત પાર મંદ મંદ હસતો હતો।

કેમ આજે યાદ કર્યો?
કેટલો બધો સમય જતો રહ્યો
તુ કેટલી મહેનત કરતી!
મારા માટે કેટલી કેટલી પ્ર્રાર્થના કરતી।

તેં તો મને જોયો
સૈનિક ના પહેરવેશ માં મને જોઈ તારો જીવ હરખાયો
તું ઘણું બધું વિચારતી
પણ પછી મુક્ત મને હસતી।

'આ હસલો ગાંડો થઇ જશે'
સવારે વહેલો ઉઠી ને વાંચ્યા કરશે
તેની પુસ્તક ખેંચી લો
એને ચાનું તો પૂછો।

આવો તેનો ગાંડો પ્રેમ
મારા માં પણ હતું ઘણું જોમ
હું ઘણીવાર મારા 'સુવર્ણચંદ્રક' ને જોઉં
તેને પણ હસી હસી ને બતાઉં।

માતા છે ક્યાંક થી કે થી હવા ના રૂપે સ્પર્શે
દૂર થી આશીર્વાદ આપી મલકાશે
મને તેનો અણસારો અચૂક આવી જાય
માતા નું ઋણ કેમ ચૂકવવું તેનો આદેશ પણ આપી જાય

માતા નું ઋણ Maataa Nu
Saturday, April 8, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 April 2017

માતા છે ક્યાંક થી કે થી હવા ના રૂપે સ્પર્શે દૂર થી આશીર્વાદ આપી મલકાશે મને તેનો અણસારો અચૂક આવી જાય માતા નું ઋણ કેમ ચૂકવવું તેનો આદેશ પણ આપી જાય

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success