માથે મુગટ Maathe Mugut Poem by Mehta Hasmukh Amathaal

માથે મુગટ Maathe Mugut

માથે મુગટ

આ જ તો છે માનવતા ની મહેક
જો ના થઇ જાય બહેક
બસ જોતા ના રહો કોઈ નું દુઃખ
બસ આપી ના શકો કોઈ સુખ।

શા માટે ફેલાવીએ ઘૃણા
ઘણા બધા રસ્તા છે આપણા
કરીયે કલ્પના સ્વચ્છ શહેર ની
બગીચા ની અને ફૂલોના મહેક ની।

આતો થઇ વાત આપણી અને બીજાની
પણ ના સુધારી રીત અંદર ની
બળતા રહયા આખી જિંદગી
માગી દુઆ પણ ના કરી સાચા દિલથી બંદગી।

ક્યાંથી મળે તમને શાંતિ?
દિલ માં પણ થશે ઉદ્દભવ અશાંતિ
કદી સુઈ નહિ શકો શાંત મને
હસી ને વાત પણ કરશો પણ કમને।

તો કરો કંકુના મન થી
શુદ્ધ રહો તન થી પણ
ચેતના જરૂર થી પ્રગટ થશે
માથે મુગટ પણ ચડાવવા માં આવશે।

માથે મુગટ  Maathe Mugut
Tuesday, November 15, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 November 2016

તો કરો કંકુના મન થી શુદ્ધ રહો તન થી પણ ચેતના જરૂર થી પ્રગટ થશે માથે મુગટ પણ ચડાવવા માં આવશે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success