મન કરે મારુ.. Man Poem by Mehta Hasmukh Amathaal

મન કરે મારુ.. Man

મન કરે મારુ
સોમવાર,2 ઓગસ્ટ 2021

મારુ મન કરે ઉડુ ઉડુ
તને આવીને ક્યારે મળુ
તારું રૂપ મઢ્યું કચકડું
મનમોહક દિલ નું રમકડુ

તને જોઈ ને મન મોહ્યુ
દિલપણ કહયા માં ના રહ્યુ
જીવન જીવવાનું દોહ્યલુ થયુ
એક બીજામાં ઓતપ્રોત થયુ

આંખો એ આમંત્રણ આપી દીધુ
ઈશારા ઈશારા માં કહી દીધુ
જીવન જીવવાનું સાથે નક્કી કરી દીધુ
સગળુ મનોમન નક્કી કરી દીધું.

પ્રેમ નો સંદેશો જીલી લીધો
મનોમન પરવાનો આપી દીધો
જીવન પહેલા કરમાયેલુ હતુ
આજે તેમાં ફુલ મંદમંદ હસતું હતું

જીવન માં આવેલો એક નજીવો પ્રસંગ
મળ્યો સાથ રહેવાને સંગ
જીવન માં જોયો મેઘધનુષ્ય નો રંગ
આનંદ શું જાણે ચાલવાનો અપંગ

ડો હસમુખ મેહતા

મન કરે મારુ.. Man
POET'S NOTES ABOUT THE POEM
જીવન માં જોયો મેઘધનુષ્ય નો રંગ આનંદ શું જાણે ચાલવાનો અપંગ ડો હસમુખ મેહતા
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success