મન ના દ્વાર
શનિવાર,26 સપ્ટેમ્બર 2020
પ્રભુજી, ખોલો મારા મન ના દ્વાર
જેથી જોઈ શકુઆરપાર
સમજી શકુ દૂર કરી શકુ
ના રાખું વર્તન સાવકુ।
મને મળે એવી દિવ્યદ્રષ્ટિ
ખુલા મને નિહાળું સૃષ્ટી
ના આપવું પડે સ્પષ્ટિકરણ
હું તો નમી પડુ તમારે ચરણ।
મન માં ઉઠે દેશદાઝ
હું બનવા ધારું જાબાંઝ
કુરબાન થઇ જાઉં દેશ ના કાજે
આવી ભાવના મારું મન સમજે।
મન કરે જોઈને આક્રંદ
બધાના દુઃખ અને દર્દ
સુખ-શાંતિ બધાને અર્પજો
મારી વિનંતી ને સાંભળજો।
ઉઠે મારા દેશ માં સુખ ની છોળો
ના આવે તેના પાર દુઃખ નો ઓળો
મારા બંધુઓ ના દુઃખ ને સમજજો
તેમની વેદના ને દિલ થી સાંભળજો।
વીતી જાય ના સમય ની વેળા
ના ઊઠજો ઊંઘ માં થી સફાળા
અમારે મન થી ઉઠે ધરતી નો અવાજ
કેશવાળી હલાવી ઉઠે જાણે સાવઝ।
ડૉ. જાડીઆ હસમુખ
અમારે મન થી ઉઠે ધરતી નો અવાજ કેશવાળી હલાવી ઉઠે જાણે સાવઝ। ડૉ. જાડીઆ હસમુખ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
વીતી જાય ના સમય ની વેળા ના ઊઠજો ઊંઘ માં થી સફાળા...This Guajarati poem is very lovely and interestingly penned with much beauty. Beauty floats around us.